406: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૦૬ - અલ્પાયુષ્ય == {| |+૪૦૬ - અલ્પાયુષ્ય |- | |લાવણી |- | |કર્તા: કા. મા. રત્નગ..." |
(No difference)
|
Revision as of 07:46, 3 August 2013
૪૦૬ - અલ્પાયુષ્ય
| લાવણી | |
| કર્તા: કા. મા. રત્નગ્રાહી | |
| ટેક: | જરા તું નજરે જો ધારી, જરા તું જજરે જો ધારી; |
| ઓ ચાલ્યું આવરદા જ્યમ ચાલે વ્હેતું વારિ. | |
| ૧ | વેગ આવરદાનો ભારી, વેગ આવરદાનો ભારી; |
| દોડે છે એ રાખ બનાવવા કાયાને તારી. જરા તું. | |
| ૨ | સમજ, જીવ, નહીં રહે ગાફેલ તું, સમજ, જીવ, નહીં રહે ગાફેલ તું; |
| ઝટપટ તુજને ઝડપી લેશે, ત્યારે કરશે શું ? જરા તું; | |
| ૩ | જિંદગી ઝટ પૂરી થાશે, જિંદગી ઝટ પૂરી થાશે; |
| કુસુમ લલિત કરમાતાં જેવી કરમાઈ જાશે. જરા તું. | |
| ૪ | ચહી જગ, સુખ, દોલત ઝાઝાં, ચહી જગ, સુખ, દોલત ઝાઝાં; |
| આયુષ્ય વ્યર્થ ગુમાવી તારું મૂકીશ નહિ માઝા. જરા તું. | |
| ૫ | સજ્જન, ધર સદ્બુદ્ધિ સારી, અજ્જન, ધર સદ્બુદ્ધિ સારી; |
| સાર્થક જીવન કરવાને કર તારણ તૈયારી.... જરા તું. |