403: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૦૩ - પ્રભુ મુજ પાસ રહે == {| |+૪૦૩ - પ્રભુ મુજ પાસ રહે |- |૧ |સાંજ પડે છે જી..." |
(No difference)
|
Revision as of 07:04, 3 August 2013
૪૦૩ - પ્રભુ મુજ પાસ રહે
| ૧ | સાંજ પડે છે જીર તણી, પ્રભુ, દૂર ન જાજે, |
| રાતતણો કાળોખ વધે, પાસે, પ્રભુ, થાકે; | |
| જ્યારે બીજા આશ્રય તો, બળહીન જણાશે, | |
| ત્યારે, નાથ અનાથ તણા, તું રહે મુજ પાસે. | |
| ૨ | જીવ તણા મુજ અલ્પ દિનો, વીતી ઝટ જાયે, |
| ભૂતળ સુખ તણો મહિમા ઝાંખો નિત થાયે; | |
| જારી રોગ, વિકાર, જરા, દીસે સહુ વાસે, | |
| હે અવિકારી દેવ, સદા તું રહે મુજ પાસે. | |
| ૩ | આપી થોડું દર્શન તો પાછો ન છુપાજે, |
| બોલી થોડાં કૈં વચનો, નિર્વાચ ન થાજે; | |
| આવીને ન પછી જાતો, પંથી જ્યમ જાશે, | |
| ક્ષેમ સમાધાને વસતાં, તું રહે મુજ પાસે. | |
| ૪ | જો નૃપનો મોટો હું વૈભવ જોઉં, |
| બીક તથા ગભરાટ થકી હું ધીરજ ખોઉં; | |
| માટે પ્રેમ, દયા, કરુણા જે શાંત ગણાશે, | |
| તે ગુણનો દેખાવ કરી, પ્રભુ,રહે મુજ પાસે. | |
| ૫ | તેં મુજ બાળપણામાં તો બહુ પ્રેમ જણાવ્યો, |
| જો પણ આડો મેં બળવો બહુ વાર ચલાવ્યો; | |
| તોય મને ત્યાગ્યો નહિ તેં, નાખ્યો નહિ નાશે, | |
| તેમ જ અંત સુધી કરતાં, પ્રભુ, રહે મુજ પાસે. | |
| ૬ | દૂર થયો જો તું મુજથી, તો હું ભટકીને, |
| કંઈ આડેઅવળે નીકળું, સત સર્વ તજીને; | |
| માટે તું નિત દોર મને પથ જેમ ચઢાશે; | |
| પોં'ચી ઘેર જતાં લગ તો, પ્રભુ, રહે મુજ પાસે. | |
| ૭ | જો પ્રભુ દે વરદાન મને, રિપુ બીક ન જાણું, |
| રુદનની કડવાશ મટે, દુ:ખો નહિ માનું, | |
| મોત તણો ક્યાં ડંખ ગયો ? જય ક્યાં મૃતવાસે ? | |
| જીતીને હું પાર પડું, જો તું મુજ પાસે. | |
| ૮ | મૃત્યુમે સત વાત ધર્યે, મારી ચક સામો, |
| ઝાંખ થતાં, સુપ્રકાશ કરી દેખાડ વિસામો; | |
| રાત જતાં તો ફો ફાટે, સ્વરસૂર્ય પ્રકાશે, | |
| જીવનકાળે મોત સમે પ્રભુ, રહે મુજ પાસે. |