389: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૮૯ - ખ્રિસ્તી માણસનો મુખ્યાર્થ == {| |+૩૮૯ - ખ્રિસ્તી માણસનો મુખ્યાર..." |
(No difference)
|
Revision as of 06:10, 3 August 2013
૩૮૯ - ખ્રિસ્તી માણસનો મુખ્યાર્થ
| ૧ | માનવનો મુખ્યાર્થ કહું, સહુ ચિત્ત ધરોને; |
| દેવ તણો મહિમા કરવો, સુવિચાર કરોને. | |
| માલિક જીવ, શરીર તણો પરમેશ્વર જાણો; | |
| અંતિદિને ઈનસાફ કરી પૂછશે સહુ માનો. | |
| ૨ | બાઈબલ હાથ દીધું તમને શીખવા સત વાતો, |
| તો ઉપયોગ કરો જલદી ધરજો ચિત્ત ત્યાં તો. | |
| ઈશ્વરની મરજી તમને સતલેખ બતાવે, | |
| એ સત્તલેખ દઈ તમને પ્રભુ કામ કરાવે. | |
| ૩ | આ અવતાર દીધો તમને કરવા શુભ કામો, |
| ને બહુ દાન દીધાં તમને સુખ જે તમ પામો. | |
| તો શીદ આળસ અંગ ધરી દિન વ્યર્થ ગુમાવો ? | |
| ઈશ્વર નામ તણો મહિમા હમણાં જ કરાવો. | |
| ૪ | ઈશ્વરની સત વાત થકી ગુણ જે તમ પામ્યાં, |
| એ ગુણ લોક લહે સઘળા ગુન જે નહિ કહે છે : | |
| બાળક, વૃદ્ધ, જુવાર, બધાં, તમને પ્રભુ કહે છે : | |
| શાસ્ત્રતણાં હથિયાર સજો, પ્રભુ એમ કહે છે. | |
| ૫ | જે શુભ દાન મળ્યું તમને, રજ ગોપ વિના તે, |
| વાપરજો, પ્રભુ ખ્રિસ્ત કહે, રજ ગોપ વિના તે. | |
| સેવક ઈસુ ખ્રિસ્ત તણા તમને પ્રભુ કહે છે : | |
| ઈશ્વરનો મહિમા કરવો બહુ ઉત્તમ એ છે. |