379: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૭૯ - સજ્જ થાઓ ઈસુના પક્ષમાં == {| |+૩૭૯ - સજ્જ થાઓ ઈસુના પક્ષમાં |- |૧ |સજ..." |
(No difference)
|
Revision as of 05:42, 3 August 2013
૩૭૯ - સજ્જ થાઓ ઈસુના પક્ષમાં
| ૧ | સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! રે સ્તંભના યોદ્ધાઓ ! |
| રાજાની ધજા ઊંચકો, સામા છે વેરીઓ. | |
| ઈસુ પોતાનું સૈન્ય દોરી પમાડશે જીત; | |
| તે શત્રુને હરાવી થશે રાજા ખચીત. | |
| ૨ | સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! સુણો જંગનો પોકાર; |
| મોટી લડાઈમાં ચાલો ખ્રિસ્તનો કરી હિમ્મતવાન; | |
| અસંખ્ય શત્રુ સામે સદા હો હિમ્મતવાન; | |
| બીકને સમે તમ પાસે ઈસુ છે શક્તિમાન. | |
| ૩ | સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! તેના જ બળથી ભરપૂર; |
| તે પર ભરોસો રાખો, પોતે અશક્ત જરૂર. | |
| આત્માનાં શસ્ત્રો સજી પ્રાર્થના કરો ખચીત; | |
| જ્યાં જોખમ છે યા ફરજ ત્યાં હાજર થજો નિત ! | |
| ૪ | સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! યુદ્ધ થશે ટૂંક ખચીત; |
| આજ તો લડાઈનો સાદ છે, કાલે વિજયનું ગીત. | |
| જીતનારને જીવન મુગટ પ્રભુ મૂકશે માથે; | |
| તે સદા રાજ્ય કરશે, આકાશમાં ખ્રિસ્ત સાથે. |