370: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૭૦ - જે દિનથી ખ્રિસ્ત આવ્યો == {| |+૩૭૦ - જે દિનથી ખ્રિસ્ત આવ્યો |- |૧ |બદ..." |
(No difference)
|
Revision as of 05:13, 3 August 2013
૩૭૦ - જે દિનથી ખ્રિસ્ત આવ્યો
| ૧ | બદલાણ જિંદગીમાં કેવું અજબ થયું ! |
| જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો; | |
| બહુ વારથી શોધતો'તો આવ્યું તે અજવાળું, | |
| જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. | |
| ટેક: | જે દિનથી ખ્રિસ્ત ઈસુ આવ્યો, |
| મુજ મનમાં નિત રહેવા આવ્યો; | |
| આનંદ બહુ મન મારે રેલ જેવો વહેતો છે, | |
| જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. | |
| ૨ | ભટકવું બંધ થયું, મેળાપ છે પ્રભુ સાથ, |
| જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો; | |
| અગણિત પાપ મારાં માફ થયાં, ધન્ય વાત, | |
| જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. | |
| ૩ | હવે મોત કેરી ખીણ મારે થઈ પ્રકાશરૂપ, |
| જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. | |
| સ્વર્ગની ભાગળ દેખાય, જ્યાં રહે છે ધન્ય ભૂપ, | |
| જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. | |
| ૪ | ત્યાં રહેવા જઈશ હું, વિશ્વાસથી જાણું છું, |
| જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. | |
| આનંદ કરતાં ચાલું, સાથે રોજ છે પ્રભુ, | |
| જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો. |