358: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૫૮ - આશિષની વૃષ્ટિ == {| |+૩૫૮ - આશિષની વૃષ્ટિ |- |૧ |"આશિષની વૃષ્ટિ થશે," ..." |
(No difference)
|
Revision as of 18:40, 2 August 2013
૩૫૮ - આશિષની વૃષ્ટિ
| ૧ | "આશિષની વૃષ્ટિ થશે," વચન પ્રભુનું છે ખાસ; |
| આનંદી વેળા આવશે, ત્રાતાથી અમો પાસ. | |
| ટેક: | વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર: |
| છાંટાથી તૃપ્તિ નહિ થશે, દે અમને વૃષ્ટિ ભરપૂર. | |
| ૨ " | આશિષની વૃષ્ટિ થશે," થવા સજીવન કાજ; |
| સહુ જગ્યાઓ ભીંજી જશે, થશે વૃષ્ટિનો અવાજ. | |
| ૩ " | આશિષની વૃષ્ટિ થશે," આવે અમારા પર; |
| જેથી સુકાયણું જશે, વચન આ પૂરું કર. | |
| ૪ | આશિષની વૃષ્ટિ આવે, અમારા પર અતુલ, |
| જ્યારે તને નમી ભાવે કરીએ પાપો કબૂલ. |