342: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૪૨ - તેં શું આપ્યું મને? == {| |+૩૪૨ - તેં શું આપ્યું મને? |- |૧ |પ્રાણ મેં ..." |
(No difference)
|
Revision as of 15:03, 2 August 2013
૩૪૨ - તેં શું આપ્યું મને?
| ૧ | પ્રાણ મેં મારો દીધો, રક્ત દીધું વે'વાડી, | |
| પાપથી છૂટો કીધો, શેતાન નીચો પાડી. | ||
| મુજ જીવ આપ્યો, આપ્યો તુજ માટ ! | (૨) | |
| તેં શું આપ્યું તુજ માટ ? | (૨) | |
| ૨ | હું છોડી સૌ મહિમાય પૃથ્વી પર આવ્યો છું, | |
| ગયો ગરીબી માંય, બહુ દુ:ખ ઉઠાવી હું. | ||
| એમ છોડયું, છોડયું મેં બધું ; | (૨) | |
| તેં મુજ માટ શું કીધું ? | (૨) | |
| ૩ | અવણ્ર્ય જે દુ:ખો તે મેં બધાં સહ્યાં, | |
| કે તું પામે સુખો, પાપ તારાં માફ થયાં. | ||
| એમ દુ:ખમાં, દુ:ખમાં મેં સહ્યું; | (૨) | |
| શું, મુજ માટ દુ:ખ સહ્યું ? | (૨) | |
| ૪ | લાવ્યો છું તારણ-નાવ ને માફીરૂપ ઈનામ; | |
| લાવ્યો તારો બચાવ ને શાંતિનો પેગામ. | ||
| એમ બધું, બધું હું લાવ્યો, | (૨) | |
| મુજ માટ તું શું લાવ્યો ? | (૨) |