83: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૮૩ - પ્રભુ ઈસુનો પ્રેમ== {| |+૮૩ - પ્રભુ ઈસુનો પ્રેમ |- | |૮,૬ સ્વરો |- | |"O my Saviour, T..." |
(No difference)
|
Revision as of 05:42, 28 July 2013
૮૩ - પ્રભુ ઈસુનો પ્રેમ
| ૮,૬ સ્વરો | |
| "O my Saviour, Thy love" | |
| અનુ. : | જે. વી. એસ. ટેલર. |
| ૧ | હે મારા તારનાર, તારો પ્રેમ છે પૂરો, છે અમર, |
| તેં પ્રેમ અપાર, અનંત, અચળ, દેખાડ્યો મારા પર; | |
| હું મારું મન ને મારું ધન, જે હોય મારી કને, | |
| ને મારો જીવ ને મનનો ભાવ, સહુ સોંપું છું તને. | |
| ૨ | પરાત્પરની જે યોગ્યતા હું તારામાં દેખું, |
| હું તેના ઉપર ધ્યાન ધરી સહુ ભરોસો ટેકું; | |
| શરમનો પણ જે મરણસ્તંભ તેં રાજીથી સહ્યો, | |
| તે સંભારી મારો સાત્મા પ્રેમે ભરપૂર થયો. | |
| ૩ | પરાત્પર દેવના રૂપમાં તું આકાશમાં પહેરતો તાજ, |
| ને તારા બળથી સૃષ્ટિનું તું સહુ ચલાવતો કાજ; | |
| પણ આકાશ મૂકી પૃથ્વી પર તેં માણસરૂપ ધર્યું, | |
| ને માણસજાતનાં દુ:ખ સહી મોટું રક્ષણ કર્યું. | |
| ૪ | બધી વાતોમાં માણસ થઈ તેં લીધો પાપનો શાપ, |
| પણ એક જ વાતમાં ફેર હતો, કે નો'તું તુંમા પાપ; | |
| તેં તાજ મૂકીને શાપ લીધો, કે માણસ પામે ગુણ, | |
| જેમ હતો દૂર તેમ પાસે થાય, ને પાપને કાઢે પુણ. |