64: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૬૪ - ખુશી ખુશી છે આજ !== {| |+૬૪ - ખુશી ખુશી છે આજ ! |- |શરણાગત : |ગરબીનો ઢાળ |- |(ત..." |
(No difference)
|
Revision as of 11:02, 27 July 2013
૬૪ - ખુશી ખુશી છે આજ !
| શરણાગત : | ગરબીનો ઢાળ |
| (તાલ : | કહેરવા) |
| કર્તા : | રામસિંહ કહાનદાસ |
| ટેક : | ખુશી ખુશી છે આજ, ઈસુ ખ્રિસ્તે પાપી સારુ |
| ખુશી ખુશી છે આજ ! જન્મ લીધો તે કાજ. | |
| ૧ | આકાશી સંદેશો આવ્યો, ભરવાડોની પાસ, |
| ઘેટાં કેરી રક્ષા કરતાં, કરતા ખેતર વાસ. ખુશી. | |
| ૨ | પ્રકાશ તેઓ પાસે પડિયો, થયા બહુ જ ભયભીત, |
| કારણ ઈશ્વર મહિમા દીઠો, જે બહુ પ્રકાશિત. ખુશી. | |
| ૩ | દૂતે દિલાસો ત્યાં દીધો, બીશો નહિ, ઓ ભાઈ, |
| બહુ આનંદી વાર્તા સુણો, તેની છે જ વધાઈ. ખુશી. | |
| ૪ | સર્વ જનને સારુ તે તો આવી આ જગમાંય; |
| ઉતાવળથી દોડી જાઓ, જાઓ શહેર માંય. ખુશી. | |
| ૫ | દાઉદ કેરા શહેર મદ્યે જુઓ તારણહાર; |
| લૂગડે તે વીંટાળેલો છે ગભાણમાં આ વાર. ખુશી. | |
| ૬ | દૂતોની સેના ત્યાં પ્રગટી, લાવી મુક્તિવાત, |
| ગગને ઊંચ સ્વરે બૂમ પાડી કીધો મોટો નાદ: ખુશી. | |
| ૭ | "પરમ ઊંચામાં પ્રભુને મહિમા, પૃથ્વી ઉપર શાંત, |
| માણસ મધ્યે પ્રસન્નતા થાઓ, ભાગે મનની ભ્રાંત." ખુશી. | |
| ૮ | ઘેટાંપાળક દોડી આવ્યા, આવ્યા શહેર માંય; |
| મરિયમ, યૂસફ, બાળક દીઠાં, હતો તબેલો જ્યાંય. ખુશી. | |
| ૯ | ઘૂંટણ ટેકી સેવા કીધી, મળ્યો તારણહાર, |
| નાતાલે તેહ જન્મ પામ્યો, સંભાતો આ વાર. ખુશી. |