SA470: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
SA470
 
(No difference)

Latest revision as of 22:17, 10 May 2024

(બોલો જય ઇસુની જય...)
ટેક : બોલો જય ઇસુની બોલો જય માસિહાની

જ્ય જય નાદ ઉચ્ચારી, જય નાદ પોકારી...બોલો.

પ્રગટી આજ ઉત્થાનની ઉષા નભે સુનેરી

વિજયી વધાઇની, સુવાર્તા આ અનેરી...બોલો.

ધરણી ધણણણ ધ્રુજી, ચોકી વ્યર્થ થઈ ગઈ

કબર ખૂલી થઈ ગઈ, શિલા પણ ખસી ગઈ...બોલો.

મૃત્યુ ડંખ કયાં તારો ? મૃત્યુ કયાં વિજય તારો?

મૃત્યુ પર વિજય કેરો, સદેંશો મસિહ મારો...બોલો.

તિમિર ટાળી પાપોનાં અજવાળા રેલાયાં

બંઘન સહું પાપોના, ઉત્થાન માહે કપાયાં ... બોલો .