SA457: Difference between revisions
Jump to navigation
Jump to search
SA457 |
(No difference)
|
Latest revision as of 22:17, 10 May 2024
| પરસેવો તારો લોહી જેવો થઇ ગયો રે: લોહી થઇ ગયો રે. ભીંજાઇ ગયો રે. | |
| ૧ | ગેથસેમાનેમાં આવ્યો રે, શિષ્યોને સાથે લાવ્યો રે, તમે અહીંયાં જરા બેસો, ભક્તિમાં લાગુ રહેશો. |
| ૨ | એકાંતે પ્રાર્થના કીધી રે, પાપીની પીડા લીઘી રે, ગુરુ ખેદિત ઘણો થયો, પરસેવો લોહી થયો. |
| ૩ | શિષ્યો ની પાસે આવ્યો રે,વ્યાકુળ મનમાં થયો રે, તમે જાગો મારા ચેલા, હવે શત્રુ આવ્યા પેલા. |
| ૪ | પરસ્વાધિન કરનાર આવ્યો રે,સિપાઇઓ સાથે લાવ્યો રે, હું ચુંબન જેને કરું,તે જાણો ઇસુ ગુરુ. |
| ૫ | ઇસુને પકડી લીધો રે,બહું જુલમ તે પર કીધો રે ! હા,દુઃખ હતું બહુ ભારી, ઇસુને થપ્પડ મારી. |