SA430: Difference between revisions
Jump to navigation
Jump to search
SA430 |
(No difference)
|
Latest revision as of 22:17, 10 May 2024
| ૧ | પ્રભાતનો પ્રકાશ જાણે, દિન દીસે દીપતો; હા, જ્યોત જેવો ઝબુકતો, ને સૂર્ય જેવો શોભતો; |
| ૨ | રે, ભાણ જેવો ભૂપતિ, ઉદય થયો છે ભૂતળે; તે નાથને નિહાળતાં રે, તાપ તનના સહુ ટળે; |
| ૩ | સન્નારીઓને, સેવકો સહુ સાથમાં ત્યાં જાય છે; ત્યાં પૂર્વ કેરા માગીઓ, લળી લળી ગુણ ગાય રે; |
| ૪ | સહુ કષ્ટને રે નષ્ટ કરવા, નાથ આવ્યો પ્રીતમાં, વહાલથી, શુદ્ધ પ્યારથી, રે રાખો સર્વ ચિત્તમાં; |