SA385: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
SA385
 
(No difference)

Latest revision as of 22:16, 10 May 2024

હે પ્રભુ સર્વ શકિતમાન, તું સદા હોજે સ્તુતિમાન,

વાત તારી છે મારો આધાર, તારા પર નાખુ મનનો ભાર;
પ્રભુ તું સૌને દે આશિષ, અમારી પ્રાર્થના છે વિશેષ.

તું આ કુટુંબ કબીલાને, સંપૂર્ણ મુકિતદાન દેજે,

કે સૌ સંપી કરીએ સેવ, માનીને તને સાચો દેવ,
બીક વિના સાક્ષી આપીએ, ને પાપી તુજ ગમ લાવીએ.

માતા, પિતા, બાળો બધાં, આ મુકિત યુદ્વ રે સદા,

જગતથી નિરાળા રહી, સુચાલ ચાલી નમૂનો દઇ,
સૌ પર રાખી તું જેવી પ્રીતિ, ને તારી પાછળ ચાલે નીત.