SA325: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
SA325
 
(No difference)

Latest revision as of 22:16, 10 May 2024

ટેક - ઇસુએ વચન આપ્યુ છે, “હૂં તારી સાથે છું”

તેથી ખચીત જાણીએ, જય પણ પામીશું,
દેવ છે આપણો આગેવાન માટે સુધી, આગળ, આગળ, ચાલીશું.

આ યુદ્ધમાં જો તમને થાક બહુ લાગે, રસ્તે ચાલતાં કાંટા ઘણા વાગે

ભૂંડા લોકો પણ તમને બીવડાવે, ફીકર નહીં, સ્થિર રહો;
બીક મૂકીને ચાલો સારી રીતે, યાદ રાખો કે આપણો દેવ છે પ્રીતિ,
તેના બળથી જે લડે તે જીતે, ફીકર નહી, સ્થિર રહો.

દુઃખ આવે તો ઇશ્વર તે મટાડશે, સદા ચાલો ઇસુની પછવાડે,

કાલે પણ યુદ્ધ કઠણ થાય વધારે, ફીકર નહિ, સ્થિર રહો;
આનંદી દિલ બીજાને હરખાવશે, થાકેલાને તે દિલાસો આપશે,
તેથી દિલ બીજાને હરખાવશે, થાકેલાને તે દિલાસો આપશે,
તેથી દેવનું કામ પણ સફળ થશે, ફીકર નહિ, સ્થિર રહો.