SA273: Difference between revisions
Jump to navigation
Jump to search
SA273 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| રાગ : ઈસુના નામને ધન્ય હો ? | |
| ૧ | સ્તુતિ કરૂં આભાર થકી, મજ પ્રિય પ્રભુ ઈસુની, ને સૌ સંતો સાથે ગાઉં કે, સૌ ઠીક કર્યું મજ ઈસુએ. |
| ૨ | સૌ જગ તેનુ પ્રાક્રમ માને, સૌ કામ તેનં જ્ઞાન પ્રગટાવે, પણ પે્મ ઈસુનો નહિ વર્ણાએ, સૌ ઠીક કર્યુ મજ ઈસુએ. |
| ૩ | ખ્રિસ્ત રાજા છે સત્તાધારી, મજ પાપી પર તેં પ્રેમ રાખી, બચાવ્યો પડતાં નર્ક મુખે, સૌ ઠીક કર્યું મજ ઈસુએ. |
| ૪ | જલ્દી મરણ ખીણ પાર કરીશ, ને તેના હાથમાં પ્રાણ ધરીશ, ત્યારે મજ આત્મા એ કહેશે, સૌ ઠીક કર્યુ મજ ઈસુએ. |
| ૫ | સ્વર્ગી દેશે પ્રવેશ કરીશ, માગણી મજ રહેઠાણની કરીશ, ને ગાઈશ હું ઊંચા સૂરે, સૌ ઠીક કર્યુ મજ ઈસુએ. |