SA162: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
SA162
 
(No difference)

Latest revision as of 22:16, 10 May 2024

શું ખરેખર સાચું મનાય, કે ખ્રિસ્તના રકત થી હું બચું ?

મજ કાજે મુઓ, એમ કેમ કહેવાય, હું જે હતો તેનો શત્રુ !
પ્રીતિ અલૌકિક એમ કેમ થાય ? કે મારે સાટે ખ્રિસ્ત મરાય !

પિતાનું રાજ્યાસન તજી, તેણે કૃપા કરી અપાર,

પ્રીતિ સિવાય અન્ય સૌ ત્યાગી, આવી થયો જગતનો તારનાર;
કેવી પ્રીતિ, મફત અપાર, શોઘ્યો મને જે છેક લાચાર.

બહું દિન લગી આત્મા મારો, પાપની કેદમાં હતો નિરાશ

અંઘકારમાં તેં પ્રકાશ પાડ્યો, હું જાગીને પામ્યો પ્રકાશ;
બંઘન તૂટ્યાં મળ્યો ઉદ્ધાર, હાલ છું તેની પાછળ ચાલનાર.