386
૩૮૬ - આત્મિક શણગાર
ટેક: | આત્મિક શણગાર સજો, વીરલા રે...એ છે હથિયાર વીરનાં. |
૧ | સત્યે તમારી કમ્મર બાંધો તો, વીરતણું ખૂટે નીર ના રે..એ છે |
૨ | બખ્તર પહેરો ન્યાયીપણાનું, રક્ષોને ભાગો શરીરના રે ..એ છે |
૩ | પહેરો પગરખાં શાંતિ તણાં તો, રણે હઠે કદી વીર ના રે ..એ છે |
૪ | ઢાલ ધરી વિશ્વાસની સામે, ઝીલે ધા તરવાર તીરના રે ..એ છે |
૫ | ટોપ તારણનો મસ્તકે મૂકો, કદી ધવાએ શિર ના રે ..એ છે |
૬ | આત્મા તણી તરવાર ધરો તો, દુશ્મન રણે રહે સ્થિર ના રે..એ છે |
૭ | લડો, પડો, પણ લેશ ડરો નહિ, બેલી ઊભા પ્રભુ વીરના રે ..એ છે |
Phonetic English
Tek: | Aatmik shangaar sajo, virla re.. | |
Ae che hathiyaar virana. | ||
1 | Satye tamaari kammar baandho to, virtanu khoote nir naa re..Ae che | |
2 | Bakhtar pahero nyaayipanaanu, rakshone bhaago sharirna re .. Ae che | |
3 | Hero pagarakha shaanti tana to, rane hathe kadi vir naa re .. Ae che | |
4 | Dhaal dhari vishwaasni saame, zile dhaa taravaar tirna re .. Ae che | |
5 | Top taaranano mastke muko, kadi dhavaae shir naa re .. Ae che | |
6 | Aatmaa tani taravaar dharo to, dushman rane rahe sthir naa re.. Ae che | |
7 | Lado, pado, pan lesh daro nahi, beli uubha prabhu virna re .. Ae che |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod