69
૬૯ - આવી આનંદી નાતાલ
ગરબીનો ઢાળ | |
(તાલ : કેહરવા) | |
(મારા પ્રાણપ્રિય ઈસુ - એ રાગ) | |
કર્તા : | કા. મા. રત્નગ્રાહી |
ટેક : | આવી આનંદી નાતાલ, જન્મ્યો ખ્રિસ્ત, પ્રભુ, ભોપાળ. |
૧ | રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સૃજનાર; |
સ્વર્ગી ગૌરવ મૂકી લીધો માનવનો અવતાર. આવી. | |
૨ | જગસ્વામીએ જગ પર કીધી ભારે અદ્ભુત મ્હેર; |
કન્યા મરિયમ પેટે જન્મ્યો દાઊદ કેરે શહેર. આવી. | |
૩ | દૂતો શ્વેતાંબર પહેરેલા આકાશે દેખાય; |
મનહર સુંદર રાગે તેઓ ખ્રિસ્ત જયંતી ગાય. આવી. | |
૪ | હે જગવાસી, જાગૃત થાજો હર્ષે ગાઓ ગાન; |
તમ કાજે આ છે શુભ વાર્તા, સુણો દઈએ ધ્યાન. આવી. | |
૫ | તારે કાજે, મારે કાજે, સૌ માનવને કાજ; |
શુભ વાર્તા આ સૌને કાજે, જન્મ્યો ત્રાતા આજ. આવી. | |
૬ | હે જગવાસી, હર્ષ કરીને દો ત્રાતાને માન; |
જન્મેલા રાજાનાં ગાઓ જય જય કરતાં ગાન. આવી. | |
૭ | આવ્યો છે એ જગને કાજે, છોડી સ્વર્ગી ધામ; |
ગૌરવના રાજાને આપો, મનડાં માંહે ઠામ. આવી. | |
૮ | ગભાણે પોઢેલો તે પન રહેવા દો નહિ ત્યાંય; |
આપો હૈયું રહેવા તેને, રહેશે સ્વર્ગી રાય. આવી. | |
૯ | ઉરે ખ્રિસ્ત રહે તો પૂરી શાંતિ, આનંદ થાય; |
ખ્રિસ્ત જયંતી સુખકર થાશે, દુ:ખડાં સર્વ જાય. આવી. |
Phonetic English
Garbino Dhaad | |
(Taal : Keharavaa) | |
(Maaraa Praanapriya Isu - Ae Raag) | |
Kartaa : | Kaa. Maa. Ratnagraahi |
Tek : | Aavi aanandi naataal, janmyo khrist, prabhu, bhopaad. |
1 | Raajaaono raajaa ane shrushtino shrujanaar; |
Swargi gaurav muki lidho maanavano avtaar. Aavi. | |
2 | Jagaswamiae jag par kidhi bhaare anant mher; |
Kanyaa mariyam pete janmyo daaud kere shaher. Aavi. | |
૩ | દૂતો શ્વેતાંબર પહેરેલા આકાશે દેખાય; |
મનહર સુંદર રાગે તેઓ ખ્રિસ્ત જયંતી ગાય. Aavi. | |
૪ | હે જગવાસી, જાગૃત થાજો હર્ષે ગાઓ ગાન; |
તમ કાજે આ છે શુભ વાર્તા, સુણો દઈએ ધ્યાન. Aavi. | |
૫ | તારે કાજે, મારે કાજે, સૌ માનવને કાજ; |
શુભ વાર્તા આ સૌને કાજે, જન્મ્યો ત્રાતા આજ. Aavi. | |
૬ | હે જગવાસી, હર્ષ કરીને દો ત્રાતાને માન; |
જન્મેલા રાજાનાં ગાઓ જય જય કરતાં ગાન. Aavi. | |
૭ | આવ્યો છે એ જગને કાજે, છોડી સ્વર્ગી ધામ; |
ગૌરવના રાજાને આપો, મનડાં માંહે ઠામ. Aavi. | |
૮ | ગભાણે પોઢેલો તે પન રહેવા દો નહિ ત્યાંય; |
આપો હૈયું રહેવા તેને, રહેશે સ્વર્ગી રાય. Aavi. | |
૯ | ઉરે ખ્રિસ્ત રહે તો પૂરી શાંતિ, આનંદ થાય; |
ખ્રિસ્ત જયંતી સુખકર થાશે, દુ:ખડાં સર્વ જાય. Aavi. |