12

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૨ – ઈશ્વરની સ્તુતિ

૧૨ – ઈશ્વરની સ્તુતિ
પ્રભુ દેવનાં ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન;
સૌ માનો તેનો આભાર, કાઢો ગાયનના ઉદ્ગાર.
પ્રભુ દેવ છે મહિમાવાન, સહુ દેવોથી શક્તિમાન;
તેના હાથમાં છે ઊંડાણ તથા પહાડોનાં મંડાણ.
તેણે તો સરજ્યું જળ, તેના હાથે રચ્યુ સ્થળ;
ઉત્પન્નકર્તાની હજૂર નમી પડીએ જરૂર્.
ને છે આપણો સરજનહાર, તેને આપણે તો ભજનાર;
તેનાં ઘેટાંરૂપ ઠરીએ, આજે તેનું સાંભળીએ.