248

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૪૮ - મહાન વૈદ

૨૪૮ - મહાન વૈદ
૮, ૭ સ્વરો ને ટેક
"The great Physician now is near"
Tune: S.S. 49
કર્તા: ડબ્લ્યુ હંટર
અનુ. : જે. વી. એસ. ટેલર
મહાન વૈદ પાસ છે, દયા ભરેલ ઈસુ;
બધે કરે દિલાસો તે, સુણો કહે જે ઈસુ. દૂતના.
ટેક: દૂતના વખાણમાં, માણસોના ગાનમાં,
શ્રેષ્ઠ સર્વ તાનમાં ઈસુ ધન્ય ઈસુ. દૂતના.
ક્ષમા કરે કુકર્મની, દયાને કાજ ઈસુ;
ધરો સુચાલ ધર્મની, આપે સુતાજ ઈસુ, દૂતના.
સજીવ તો થયેલ જે, ત્રિધન્ય થાય ઈસુ;
દયા મહા કરેલ છે, ભજું સુરાય ઈસુ. દૂતના.
અધર્મ દોષ દૂર છે, કરે ઉપાય ઈસુ;
ઉમંગ પૂર્ણ ઉર છે, ધરે સુન્યાય ઈસુ. દૂતના.
તમો બધા વખાણજો પવિત્ર નામ ઈસુ;
ધરી સુધર્મ માનજો, અપાર નામ ઈસુ દૂતના.
જુવાન, વૃદ્ધ, સહુ કરો, કહે જે કામ ઈસુ;
શ્રમે સુભાવ સહુ ધરો, બૂજી સુનામ ઈસુ. દૂતના.
પછી ચઢે તો સ્વર્ગમાં, પ્રત્યક્ષ થાય ઈસુ;
વખાણીશું સુસ્વર્ગમાં ત્રિધન્ય રાય ઈસુ. દૂતના.


Phonetic English

248 - Mahaan Vaid
8, 7 Svaro Ne Tek
"The great physician now is near"
Tune: S.S. 49
Karta: W Hunter
Anu. : J. V. S. Tailor
1 Mahaan vaid paas chhe, daya bharel Isu;
Badhe kare dilaaso te, suno kahe je Isu. Dootana.
Tek: Dootana vakhaanamaan, maanasona gaanamaan,
Shreshth sarv taanamaan Isu dhanya Isu. Dootana.
2 Kshama kare kukarmani, dayaane kaaj Isu;
Dharo suchaal dharmani, aape sutaaj Isu, dootana.
3 Sajeev to thayel je, tridhanya thaay Isu;
Daya maha karel chhe, bhajun suraay Isu. Dootana.
4 Adharm dosh door chhe, kare upaay Isu;
Umang poorn ur chhe, dhare sunyaay Isu. Dootana.
5 Tamo badha vakhaanajo pavitra naam Isu;
Dhari sudharm maanajo, apaar naam Isu dootana.
6 Juvaan, vraddh, sahu karo, kahe je kaam Isu;
Shrame subhaav sahu dharo, booji sunaam Isu. Dootana.
7 Pachhi chadhe to svargamaan, pratyaksh thaay Isu;
Vakhaaneeshun susvargamaan tridhanya raay Isu. Dootana.

Image

Media - Hymn Tune : Sympathy