248

From Bhajan Sangrah
Revision as of 17:18, 9 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૪૮ - મહાન વૈદ== {| |+૨૪૮ - મહાન વૈદ |- | |૮, ૭ સ્વરો ને ટેક |- | |"The great Physician now is near" |- |Tune...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૪૮ - મહાન વૈદ

૨૪૮ - મહાન વૈદ
૮, ૭ સ્વરો ને ટેક
"The great Physician now is near"
Tune: S.S. 49
કર્તા: ડબ્લ્યુ હંટર
અનુ. : જે. વી. એસ. ટેલર
મહાન વૈદ પાસ છે, દયા ભરેલ ઈસુ;
બધે કરે દિલાસો તે, સુણો કહે જે ઈસુ. દૂતના.
ટેક: દૂતના વખાણમાં, માણસોના ગાનમાં,
શ્રેષ્ઠ સર્વ તાનમાં ઈસુ ધન્ય ઈસુ. દૂતના.
ક્ષમા કરે કુકર્મની, દયાને કાજ ઈસુ;
ધરો સુચાલ ધર્મની, આપે સુતાજ ઈસુ, દૂતના.
સજીવ તો થયેલ જે, ત્રિધન્ય થાય ઈસુ;
દયા મહા કરેલ છે, ભજું સુરાય ઈસુ. દૂતના.
અધર્મ દોષ દૂર છે, કરે ઉપાય ઈસુ;
ઉમંગ પૂર્ણ ઉર છે, ધરે સુન્યાય ઈસુ. દૂતના.
તમો બધા વખાણજો પવિત્ર નામ ઈસુ;
ધરી સુધર્મ માનજો, અપાર નામ ઈસુ દૂતના.
જુવાન, વૃદ્ધ, સહુ કરો, કહે જે કામ ઈસુ;
શ્રમે સુભાવ સહુ ધરો, બૂજી સુનામ ઈસુ. દૂતના.
પછી ચઢે તો સ્વર્ગમાં, પ્રત્યક્ષ થાય ઈસુ;
વખાણીશું સુસ્વર્ગમાં ત્રિધન્ય રાય ઈસુ. દૂતના.