285
૨૮૫ - તારનાર પર ભરોસો
સવૈયા સત્તાવીસા | |
"I lay my sins on Jesus" | |
કે શરણાગત | |
કર્તા: જે. વી. એસ. ટેલર | |
૧ | ઈસુ ચરણે પાપો મૂકું, તે કરશે પરિહાર; |
તે સહુ હરણ કરીને લેશે, ઉતારશે મુજ ભાર. | |
૨ | ઈસુ ચરણે દોષ જ મૂકું, તે ધોશે મુજ ડાઘ; |
તન, મન, શુદ્ધ કરીને આપે પુણ્ય તણો શુભ ભાગ. | |
૩ | ઈસુને મુજ દુ:ખ જણાવું, તે ગુણથી ભરપૂર; |
મનના વ્યાધિ સર્વ મટાડે, નબળું કરશે દૂર. | |
૪ | ઈસુ પાસે શોક જણાવું, સહુ ચિંતાનો બોજ; |
ફલેશ તણાં સહુ કારણ કાઢી મને નિભાવે રોજ. | |
૫ | ઈસુ જેવા થાવું મારે, પ્રેમી, નમ્ર, દયાળ; |
ઈસુ જેવા થાવું મારે, પિતા તણો શુભ બાળ. |