282
૨૮૨ - તારણ માટે પ્રાર્થના
મરાઠીમાં કર્તા: કે. આર. સાંગળે | |
અનુ. : જે. વી. એસ. ટેલર | |
રાગ : ભીમપલાસ | |
(તાલ : કેહરવા), કે | |
સારંગ (તાલ: દીપચંદી) | |
(પ્રભુ મજ તારણ દે પતિતાલા - એ મરાઠી ભજન પરથી) | |
ટેક: | પ્રભુ મુજ, તારણ દે પતિતોને, તારણ દે પતિતોને.
પ્રભુ મુજ, તારણ દે પતિતોને. |
૧ | પુણ્ય નથી, પ્રભુ મારી પાસે, પાપ ઘણાં મુજ માથે; પ્રભુ. |
૨ | નિશદિનના તો બહુ અપરાધે છું અરિ દોષિત સાથે; પ્રભુ. |
૩ | વૌદ્ય નથી, પ્રભુ, તુજ વિણ કોઈ, સાજો કર સૌ વાતે; પ્રભુ. |
૪ | સર્વ સમર્થ ખરો તું, ત્રાતા, રાખ મને તુજ હાથે; પ્રભુ. |
૫ | શું કરવું તે કહે, પ્રભુ નાથા, મૂર્ખ ઘણો છું જાતે; પ્રભુ. |
૬ | તુજ સ્તવનો હું ત્યારે ગાઉં, સંતોની સંઘાતે; પ્રભુ. |