280

From Bhajan Sangrah
Revision as of 01:41, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૮૦ - ઈસુનું રુધિર == {| |+૨૮૦ - ઈસુનું રુધિર |- | |૭, ૮, ૭, ૮ સ્વરો |- | |"What can wash away my...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૮૦ - ઈસુનું રુધિર

૨૮૦ - ઈસુનું રુધિર
૭, ૮, ૭, ૮ સ્વરો
"What can wash away my stain'
Tune: S. S. 338
કર્તા: આર. લાઉરી
અનુ. : કા. મા. રત્નગ્રાહી
મુજ પાપના ડાઘ ઘોશે કોણ? ઈસુનું રુધિર છે વ્હેતું;
મુજને સાજો કરશે કોણ? ઈસુનું રુધિર છે વ્હેતું;
ટેક: અમૂલ્ય છે ખરે, શ્વેત બરફ સમ કરે;
અન્ય ઝરો ન મળે, ઈસુનું રુધિર છે વ્હેતું.
શુદ્ધ કરનારું જોઉં એ જ, ઈસુનું રુધિર છે વ્હેતું;
મુજ માફીનો ઉત્તર તે જ, ઈસુનું રુધિર છે વ્હેતું.
બીજાથી પાપ દૂર ન થાય, ઈસુનું રુધિર છે વ્હેતું;
મુજ પાસે નહિ સુકૃત કાંય, ઈસુનું રુધિર છે વ્હેતું.
મુજ શાંતિ ને આશા એ જ, ઈસુનું રુધિર છે વ્હેતું;
મારું ન્યાયીપણું પણ તે જ, ઈસુનું રુધિર છે વ્હેતું.