253

From Bhajan Sangrah
Revision as of 07:37, 7 August 2013 by 117.198.164.193 (talk) (Created page with "== ૨૫૩ - ઈસુ તારે છે == {| |+૨૫૩ - ઈસુ તારે છે |- |ટેક: |બોલો હાલેલૂયા ! ઈસુ તાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૫૩ - ઈસુ તારે છે

૨૫૩ - ઈસુ તારે છે
ટેક: બોલો હાલેલૂયા ! ઈસુ તારે છે ! બોલો હાલેલૂયા !
પાપીનો તારનાર છે પ્રભુ ઈસુ,
કરો તેની ભક્તિ ને જાણો તેની શક્તિ. હાલેલૂયા !
ખરી શાંતિ દે છે પ્રભુ ઈસુ,
મનમાં તે આવ્યો કે જતો રહ્યો સંદેહ. હાલેલૂયા !
આખા જગ કાજે મૂઓ પ્રભુ ઈસુ,
ઘોરમાંથી ઊઠયો તે તારવાને માટે. હાલેલૂયા !
આવીને માનો હાલ પ્રભુ ઈસુ,
કદી નહિ પસ્તાશો અને ખચીત બચી જશો. હાલેલૂયા !
રાજા આપણો છે પ્રભુ ઈસુ,
આજ્ઞા તેની પાળો ને વિશ્વાસુ થઈ ચાલો. હાલેલૂયા !