252

From Bhajan Sangrah
Revision as of 07:27, 7 August 2013 by 117.198.164.193 (talk) (Created page with "== ૨૫૨ - શ્રમિત છે ખરે ? == {| |+૨૫૨ - શ્રમિત છે ખરે ? |- | |લલિત વૃત્ત |- | |"Art thou weary, art t...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૫૨ - શ્રમિત છે ખરે ?

૨૫૨ - શ્રમિત છે ખરે ?
લલિત વૃત્ત
"Art thou weary, art thou languid?"
અનુ. : હ. બ. ભટ્ટ
શ્રમિત છે ખરે ? કલાંત છે ખરે? અતિશ દુ:ખથી ખિન્ન તું ખરે?
ઈસુ કહે તને, " આવે, હું કને, પદ મળે અહીં શાંતિનું તને."
કવણ ચિહ્યથી ભોમિયો ગણી મન કરી શકું એહની ભણી?
ચરણ, હાથ ને પાંચળી વિષે કઠિન ઘા તણાં ચિહ્ય જો દીસે.
મુગટ રાજનો છે શું એહને શિર વિરાજતો ? તે કહો મને.
મુગટ મસ્તકે છે ખરેખરો, નહિ સુનાતણો - શૂળનો કર્યો.
કવણ લાભની આશ હ્યાં ધરું, પૂઠળ ખોળીને એહની સરું ?
વિવિધ શોક ને મે'નતો ઘણી, નયનથી વહે ધાર આંસુની.
અનુસરું કદી નિત્ય એહને, દઈ શકે શું એ આખરે મને ?
શ્રમ ટળે, હઠે શોક સામટા, ભવ તણો મહા પાર પામતાં.
શરણ પામવા વિનવું કદી, કઠિનતા ધરે મુશ્ખ 'ના' વદી?
ધરણિ, સ્વર્ગ બે વીતતાં લગી, 'નહિ' ન નીકળે ઈસુ મુખથી.
અનુસરે, જડે, સાચવે, મથે, શુભ કરે ખરે, એમ કો કથે ?
શહીદ, બોધકો, સંત, પ્રેરિતો દઢ મતે પડયા 'હા' ભણો જનો.