251

From Bhajan Sangrah
Revision as of 07:25, 7 August 2013 by 117.198.164.193 (talk) (Created page with "== ૨૫૧ - શું ઉદાસી == {| |+૨૫૧ - શું ઉદાસી |- | |૮, ૫, ૬, ૩ સ્વરો |- | |"Art thou weary, art thou languid ?" |- ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૫૧ - શું ઉદાસી

૨૫૧ - શું ઉદાસી
૮, ૫, ૬, ૩ સ્વરો
"Art thou weary, art thou languid ?"
Tune: Stephanous or Bullinger
લેટિનમાં કર્તા: મારસાબાનો સંત સ્ટીફન,
૭૨૫-૯૪
અંગ્રેજી અનુ. : જોન.
એમ. નીલ, ૧૮૧૮-૬૬
અનુ. : રોબર્ટ વાઁર્ડ
શું ઉદાસી, શું તું કમજોર, શું દુ:ખિત છે મન ?
" આવ મુજ કને," એક જન કહે છે, "જો શાંતવાન !"
એ માર્ગદર્શકનું શું નિશાન જેથી થાય મેળાપ ?
"હાથમાં, કૂખમાં, ને ચરણે પણ, ઘાની છાપ."
તેમના માથે રાજા જેવો મુગટ હોય તો કહો;
"હા, એક મુગટ શિર ઉપર છે, કાંટાનો !"
તેમનાં પગલાંમાં હું ચાલું, મને મળશે શું ?
"ઘણું સંકટ, ઘણી મહેનત, ને આંસુ !"
સ્થિર રહીને તેમને વળગું, છેવટ શું ઈનામ ?
"મોતની નદી પાર ઊતરતાં છે આરામ."
મને લેવા કરીશ અરજ, શું થાય નાકબૂલ ?
"પૃથ્વી, આકાશ રહે ત્યાં સુધી, ના, બિલકુલ."
મળતાં, ચાલતાં, ટકતાં, મથતાં, કરશે તે મુજ હિત ?
સંત, શહીદ, પ્રેરિત સૌ કહે છે, "હા, ખચીત."