475
૪૭૫ - નવયુવાનની કસોટી
( રાગ: અય નવ જવાન, વીરતાકી હૈ કસોટી આજ. ) | |
કર્તા: રોબર્ટ પલ્ટનવાલા | |
૧ | ખ્રિસ્તી નવયુવાન, તારી આવી કસોટી આજ, |
આ જગત મહીં ફેલાવવા ખ્રિસ્ત તણું રાજ. | |
મુસીબતો સુમાર્ગપંથે વેઠવી પડે ઘણી, | |
નિશ્વે મારગ એ જ છે આશા તારણ તણી, | |
ત્યાગે સૌ ઈસુને કાજ તો મળે અવિનાશી તાજ. | |
૨ | ખ્રિસ્તી કહેતાં તું કદી શરમાતો ના જરા, |
ધર્મ કાજ જો જાય જાન તો ડરતો ના કદા. | |
સ્વર્ગનો વૈભવ છોડીને જે મૂઓ તારે કાજ, | |
જગમાં રહીને શું કીધું તેં એવા ઈસુ માટ ? | |
૩ | કરે જો સ્વાર્પણ હોંસથી ઈશ નામે વિશ્વમાં, |
મળશે તુજને અતિ ગણું ખચીત સ્વર્ગમાં. | |
સુવાર્તા પ્રચાર કાજે પાછળ પડતો ના, | |
ફરજ પ્રથમ માનીને આગળ વધતો જા. | |
દસે દિશે ગજાવ નામ ઈસુ પ્રભુનું આજ. |
Phonetic English
( Raag: Ay nav javaan, veerata ki hai kasoti aaj. ) | |
Karta: Robert Paltanavala | |
1 | Khristi navayuvaan, taari aavi kasoti aaj, |
A jagat maheen phelaavava Khrist tanun raaj. | |
Museebato sumaargapanthe vethavi pade ghani, | |
Nishve maarag e ja chhe aasha taaran tani, | |
Tyaage sau Isune kaaj to male avinaashi taaj. | |
2 | Khristi kahetaan tun kadi sharamaato na jara, |
Dharm kaaj jo jaay jaan to darato na kada. | |
Svargano vaibhav chhodeene je mooo taare kaaj, | |
Jagamaan raheene shun keedhun ten eva Isu maat ? | |
3 | Kare jo svaarpan honsathi ish naame vishvamaan, |
Malashe tujane ati ganun khacheet svargamaan. | |
Suvaarta prachaar kaaje paachhal padato na, | |
Pharaj pratham maaneene aagal vadhato ja. | |
Dase dishe gajaav naam Isu Prabhunun aaj. |
Image
Media