439
૪૩૯ - લગ્ન પછી મંદિરમાં ગાવાનું
૧ | થયો આજ આ ઉરમાં હર્ષ ભારી, નિહાળી સભા આ ભલી સુખકારી; |
રૂડી જોડ આ જોડતાં જોઈ આજે, દીસે એકબીજા તણાં સુખ કાજે. | |
૨ | અતિ ઓપતાં આ દીસે છે સજોડે, નહિ કાળ કે ક્રોધ આ જોડ તોડે; |
સદા સ્નેહથી એ વસે નિજ ધામે, વળે છે ખરા સંપથી શુભ કામે. | |
૩ | રૂડી જોડ જોડી થયાં ખુશકારી, પ્રભુ, જોડજો એહ જાતે પઘારી; |
સદા સુખિયારી બને એહ જોડી, અમો માગીએ સર્વ એ હાથ જોડી. |
Phonetic English
1 | Thayo aaj aa uramaan harsh bhaari, nihaali sabha aa bhali sukhakaari; |
Roodi jod aa jodataan joi aaje, deese ekabeeja tanaan sukh kaaje. | |
2 | Ati opataan aa deese chhe sajode, nahi kaal ke krodh aa jod tode; |
Sada snehathi e vase nij dhaame, vale chhe khara sanpathi shubh kaame. | |
3 | Roodi jod jodi thayaan khushakaari, Prabhu, jodajo eh jaate paghaari; |
Sada sukhiyaari bane eh jodi, amo maageeye sarv e haath jodi. |
Image
Media