232
૨૩૨ - મંડળીની જાગૃતિને માટે પ્રાર્થના
માદરી છંદ કર્તા: | થોમાભાઈ પાથાભાઈ |
૧ | મંડળી પડી, |
દેવ, આગ દે જરૂર, હૂંક લાવ આ ઘડી; | |
યાચના કરું રડી, પ્રાર્થના કરું પડી, | |
શ્વાસ ચાલતો કરો, અનેક દુષ્ટતા નડી. | |
૨ | તું બચાવ પાપથી, |
તું વિના બચાવનો નથી ઈલાજ જાતથી; | |
તું ઉદાર હાથથી, દે કૃપા અમાપથી, | |
તાજગી પમાદજે સુનાથના પ્રતાપથી. | |
૩ | શાંતિ, હર્ષ આપજે, |
ખ્રિસ્ત વાક્ય ઉરમાં, પ્રકાશરૂપ છાપજે, | |
પાપ મૂળ કાપજે, ખ્રિસ્ત રાજ્ય થાપજે, | |
સૌખ્ય જે ગયું બધું, ફરી, કૃપાળ, આપજે. | |
૪ | મંડળી નવી કરો, |
એબ, કર્ચલી વિના સમીપ સર્વદા ધરો, | |
શુદ્ધતા હ્રદે ભરો, જીવતી નરી કરો, | |
દીન દાસ વિનસે નિરાશ વેગળી ધરો. | |
૫ | શું કૃપાળ તું નથી? |
મંદતોષ થા હવે, સુધાર મંડળી ગતિ; | |
જાય જોર પામતી, પૂર્ણ ખ્રિસ્તમાં થતી, | |
સત્ય સ્તંભ, દેવસ્થાન, થાય નિત્ય દીપતી. |
Phonetic English
Maadari Chhand Karta: | Thomabhai Pathabhai |
1 | Mandali padi, |
Dev, aag de jaroor, hoonk laav aa ghadi; | |
Yaachana karun radi, praarthana karun padi, | |
Shvaas chaalato karo, anek dushtata nadi. | |
2 | Tun bachaav paapathi, |
Tun vina bachaavano nathi eelaaj jaatathi; | |
Tun udaar haathathi, de krapa amaapathi, | |
Taajagi pamaadaje sunaathana prataapathi. | |
3 | Shaanti, harsh aapaje, |
Khrist vaakya uramaan, prakasharoop chhaapaje, | |
Paap mool kaapaje, Khrist raajya thaapaje, | |
Saukhy je gayun badhun, phari, krapaal, aapaje. | |
4 | Mandali navi karo, |
Eb, karchali vina sameep sarvada dharo, | |
Shuddhata hrade bharo, jeevati nari karo, | |
Deen daas vinase niraash vegali dharo. | |
5 | Shun krapaal tun nathi? |
Mandatosh tha have, sudhaar mandali gati; | |
Jaay jor paamati, poorn Khristamaan thati, | |
Satya stambh, devasthaan, thaay nitya deepati. |
Image
Media