494

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૪૯૪ - નમ્ર ઈસુ

૪૯૪ - નમ્ર ઈસુ
૭ સ્વરો
"Gentle Jesus, meek and mild"
Tune: Gentle Jesus, or Innocents. R. C. H. 662.
કર્તા: ચાલ્ર્સ વેસ્લી,
૧૭૦૭-૮૮
અનુ. : પી. જી. ભગત.
ઈસુ, તું અપાર દયાળ, તું તુજ બાળકને નિહાળ;
કૃપા કર તું મુજ પર ખાસ, મને આવવા દે તુજ પાસ.
ઈસુ, તુજ પર મુજ આધાર, મુજ નમૂનો થા સૌ ઠાર;
તું અતિ નમ્ર, દયાળ, હતો તું પણ નાનો બાળ.
તારા જેવો થાઉં હું, આજ્ઞાંકિત દિલ દેજે તું;
તું નમ્ર અને દયાળ, દે તુજ જેવું મન પ્રેમાળ.
પ્રેમાળ ઈસુ, હલવાન તું, તુજ કૃપાળુ હાથમાં હું;
તું જેવો થાઉં, ત્રાતા, વસ મુજ દિલે, હે દાતા.
ત્યારે હું સ્તુતિ કરીશ, સૌ દિન તુજ સેવક રહીશ;
જેથી જગ સદા જોશે કે બાળ ઈસુ મુજમાં છે.