9
૯ – પ્રાર્થનાનો વખત
ટેક : આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે, ઈસુ દે છે.
૧ જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે; તેનું પાણી પીઓ તેની તરસ મટે છે.
૨ જીવનની રોટલી આકાશમાંથી આવી છે; તેને ખાઘે ભૂખ ભાગે, મન ઘરાશે.
૩ હે પ્રભુ ઈસુ, તારા જેવા કરજે; પાપ થકી છોડાવીને નવો જન્મ દે.
૪ ઈશ્વરને સ્તવો ! મને મળી મુક્તિ; મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી.