297
૨૯૭ - પ્રભુ ઈસુના પ્રેમથી કોણ જુદાં પાડશે?
ચોપાઈ છંદ | |
(રૂમી. ૮: ૩૫-૩૯) | |
કર્તા: જે. વી. એસ. ટેલર | |
૧ | કોણ ચઢે મુજ શત્રુ થઈને? કોણ કરે બળ એવું જી, |
કે ત્રાતાના પ્રેમ તણું ફળા હરતાં મુજથી લે'વું જી. | |
૨ | ફલેશ થશે જો સંકટ સાથે , દુ:ખ થશે બહુ ભારે જી. |
લોક સતાવે ક્રૂર થઈને, ખડ્ગ ચલવી મારે જી. | |
૩ | જળથળમાં બહુ બીક હશે જો, ભૂખ્યો, નાગો હોઉં જી, |
જીવનના દિન સંધામાં જો, વિધવિધ પીડા જોઉં જી. | |
૪ | તોપણ તારક પ્રેમ થકી હું સહુને પાડી નાખું જી, |
હા, જે જીતે તેના કરતાં ધીર સહુને પાડી નાખું જી. | |
૫ | જીવન જોકે મોત જણાશે, હામ તજી નહિ દોડું જી, |
મનમાં એ દઢ નિશ્વય છે કે તારકને નહિ છોડું જી. | |
૬ | ન કશું એવું સંભવવાનું, જે મુજ ભાવ ઘટાડે જી, |
ન કદી એવો વીર થવાનો, જે મુજ સતને પાડે જી. | |
૭ | દૂત થઈ સંદેશો લાવે, કે હોશે અધિકારી જી, |
હોય પરાક્રમ કો કરનારો; કે મોટો જશધારી જી. | |
૮ | જો કો વાત ભવિષ્ય હશે કે સાંપ્રતકાળ પ્રસારે જી, |
જો ઊંચાણ અપાર હશે કે જો ઊંડાઈ ભારે જી. | |
૯ | કે કો બીજું મળશે વાનું સૃષ્ટિ વિષે જે હોશે જી, |
તે ભાગે વિશ્વાસ ન ડોલે, સ્વર્ગી તાજ ન ખોશે જી. | |
૧૦ | ઈશ્વર પ્રેમ થકી તો મુજને કોઈ ન જુદો પાડે જી, |
ઈશ્વર પ્રેમ જે તારકમાં છે તેથી દૂર ન કાઢે જી. |
Phonetic English
Chopaai Chhand | |
(Roomi. 8: 35-39) | |
Karta: J. V. S. Tailor | |
1 | Kon chadhe muj shatru thaeene? Kon kare bal evun ji, |
Ke traataana prem tanun phala harataan mujathi le'vun ji. | |
2 | Phalesh thashe jo sankat saathe , dukh thashe bahu bhaare ji. |
Lok sataave kroor thaeene, khadg chalavi maare ji. | |
3 | Jalathalamaan bahu beek hashe jo, bhookhyo, naago houn ji, |
Jeevanana din sandhaamaan jo, vidhavidh peeda joun ji. | |
4 | Topan taarak prem thaki hun sahune paadi naakhun ji, |
Ha, je jeete tena karataan dheer sahune paadi naakhun ji. | |
5 | Jeevan joke mot janaashe, haam taji nahi dodun ji, |
Manamaan e dadh nishvay chhe ke taarakane nahi chhodun ji. | |
6 | Na kashun evun sanbhavavaanun, je muj bhaav ghataade ji, |
N kadi evo veer thavaano, je muj satane paade ji. | |
7 | Doot thai sandesho laave, ke hoshe adhikaari ji, |
Hoy paraakram ko karanaaro; ke moto jashadhaari ji. | |
8 | Jo ko vaat bhavishy hashe ke saanpratakaal prasaare ji, |
Jo oonchaan apaar hashe ke jo oondaai bhaare ji. | |
9 | Ke ko beejun malashe vaanun srashti vishe je hoshe ji, |
Te bhaage vishvaas na dole, svargi taaj na khoshe ji. | |
10 | Ishvar prem thaki to mujane koi na judo paade ji, |
Ishvar prem je taarakamaan chhe tethi door na kaadhe ji. |
Image
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod