473

From Bhajan Sangrah
Revision as of 03:07, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૭૩ - પ્રાર્થના == {| |+૪૭૩ - પ્રાર્થના |- | |દોહરા |- | |કર્તા: થોમાભાઈ પાથાભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૭૩ - પ્રાર્થના

૪૭૩ - પ્રાર્થના
દોહરા
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
જુવાનીના કાળમાં, ઈશ્વર, રે' મુજ પાસ;
સર્વ વિષયો દુષ્ટના તું કર પૂરો નાશ.
જુવાનીમાં તું તણી મુજથી સેવ કરાય,
મોત લગી નિભાવતાં તારો બોધ મનાય.
કાં કે મુજબે દુષ્ટ તો લલચાવે દિન રાત,
સતને નિત્ય દબાવતાં કરવા મારો ઘાત;
પણ, હે ઈસુ નાથ, તું અનાથનો થા નાથ,
વેરીને વણસાડવા કરજે લાંબો હાથ.
કાં કે તુંથી દુષ્ટ તો પામે પૂરો ત્રાસ,
માટે રે' મુજ પાસ તું સેવ કરું જગવાસ.
પ્રૌઢ અને જુવાનને વૈરીથી છોડાવ,
તારા સર્વ હુકમો મારી પાસ પળાવ.