212
૨૧૨ - પવિત્રાત્માને વિનંતી
મરહણ છંદ | |
કર્તા: | જે. વી. એસ. ટેલર |
૧ | સંભારક આત્મા, આવું હાથમાં, કર મુજ હૈડે વાસ; |
મુજ મનની સંદર કરજે મંદર, તેમાં તુજ પ્રકાશ. | |
મુજ પાપ જણાવી, પ્રેમ કરાવી ઈસુ પાસે લાવ; | |
મુજ ભટક્યા મનને, ભૂલ્યા જનને ઈશ્વર જ્ઞાન જણાવ. | |
૨ | સૌ સંદેહ કાઢી, હઠને પાડી આપ ખરો વિશ્વાસ; |
ભય દૂર કરાવી ગર્વ તજાવી, નમ્ર મને કર ખાસ; | |
પરમેશ્વર પાસે, માનવ વાસે, છે મારા અપરાધ; | |
બહુ છે મુજ મનમાં ને મુજ તનમાં, અગણિત એ વિખવાદ. | |
૩ | રે કોણ ગણે તે, કોણ ભણે તે મારા મોટા દોષ? |
તે કોણ મટાડે? કોણ સંતાડે ? કોણ આપે સંતોષ? | |
નહિ માનવમાં બળ, દૂતોમાં કળ, કરવાને પરિહાર; | |
છે એકલ ઈસુ, તે જ ધરીશું, જેથી છે ઉદ્ધાર. |
Phonetic English
Marahan Chhand | |
Karta: | J. V. S. Tailor |
1 | Sanbhaarak aatma, aavun haathamaan, kar muj haide vaas; |
Muj manani sandar karaje mandar, temaan tuj prakaash. | |
Muj paap janaavi, prem karaavi Isu paase laav; | |
Muj bhatakya manane, bhoolya janane Ishvar gyaan janaav. | |
2 | Sau sandeh kaadhi, hathane paadi aap kharo vishvaas; |
Bhay door karaavi garv tajaavi, namra mane kar khaas; | |
Parameshvar paase, maanav vaase, chhe maara aparaadh; | |
Bahu chhe muj manamaan ne muj tanamaan, aganit e vikhavaad. | |
3 | Re kon gane te, kon bhane te maara mota dosha? |
Te kona mataade? Kon santaade ? Kon aape sntosh? | |
Nahi maanavamaan bal, dootomaan kal, karavaane parihaar; | |
Chhe ekal Isu, te ja dhareeshun, jethi chhe uddhaar. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalyan