6

From Bhajan Sangrah
Revision as of 13:49, 15 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "૬ - ઈશ્વરને આમંત્રણ (રાગ મિશ્ર દરબારી. તાલ : કેહરવા) કર્તા : સી. એમ. જસ્ટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૬ - ઈશ્વરને આમંત્રણ (રાગ મિશ્ર દરબારી. તાલ : કેહરવા) કર્તા : સી. એમ. જસ્ટીન

ટેક : ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાાગતને આજ, ઉગારો, શરણાગતને આજ. ઓ પ્રભુ અમરાં, બાળ તમારાં, નવ કરશો નારાજ, અમોને નવ કરશો નારાજ.

૧ આશિષો સૌ છે તમ પાસે, કૃપા તમારીથી ઉગરાશે, પાપ અમારાં માફ કરીને, શુદ્ધ કરો મન આજ.... ઓ પ્રભુ. ૨ દેવ તણા હલવાન તમે છો, વચન તમારાં પૂર્ણ કરો છો, રક્ત તણો છંટકાવ કરીને, શુદ્ધ કરો હમણાં જ.... ઓ પ્રભુ. ૩ મંડળ તમારું મંદિર માંહે, રહે ન કોઈ તમ વિણ ત્યાંયે, પવિત્રતાનાં દ્વાર ઉઘાડો, કરગરીએ મહારાજ.... ઓ પ્રભુ. ૪ આશિષો પર આશિષ દઈને, શેતાની બળ દાબી દઈને, સ્વર્ગ તણાં વચનો સંભળાવી, પ્રસરાવો તમ રાજ.... ઓ પ્રભુ.