464
૪૬૪ - ફસલને માટે પ્રભુનો આભાર
ટેક: | આપણી ચોગમનાં શુભ દાનો, આકાશેથી આવે છે; |
તેથી પાડ પ્રભુનો માનો, કારણ કે તે પ્રીતિ છે. | |
૧ | ખેતરને તૈયાર કરીને વાવીએ બહુ આશાએ, |
દેવ પ્રભુ તે ઉગાડે છે, પાણી પણ પ્રેમે પા એ.આપણી. | |
૨ | શિયાળે શીતળતા આપે ઉનાળાથી તપવે છે, |
ચોમાસામાં મેહ વરસાવી, વાવેતરને ખીલવે છે. આપણી. | |
૩ | આ દુનિયાનાં સઘળાં વાનાં, તેજોમય તારા નભના, |
ખેતરનાં સુંદર ફૂલ વૃક્ષો, એ છે કામો ઈશ્વરનાં. આપણી. |