5

From Bhajan Sangrah
Revision as of 13:49, 15 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "૫ - ભજનસેવા દોહરા કર્તા : સમભાઈ, કલ્યાણભાઈ ૧ સેવા કરવા આવિયા, હે પ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫ - ભજનસેવા દોહરા કર્તા : સમભાઈ, કલ્યાણભાઈ

૧ સેવા કરવા આવિયા, હે પ્રભુ, અમમાં આવ; ભકિત અમારી માનજે, આશિષ સૌ પર લાવ. તારું જ્ઞાન ઉતારજે, સૌનાં અંતરમાંય; તુજ ગમ મનડું વાળજે, હમણાં અને સદાય.

૨ જગ-ચિંતાના કાઢજે, મનથી સર્વ વિચાર; તારી વાતોનો થજો, અમમાં બહુ વિસ્તાર. તારા લેખો વાંચતાં એવી આશિષ આપ; કે તે ચોંટેં ચિત્તમાં, માટે તેને સ્થાપ.

૩ જે જે વાતો સુણીએ, તો હ્રદયે ઉતાર, કે મીઠાં ફળ દાખવે, અમમાં વારંવારં. રૂડાં રૂડાં ગીતનો શોર ચઢે જે વાર, તે સેવા તું માનજે, હે ઈશ્વર, દાતાર.

૪ ભાવ ખરો ઉપજાવજે, સર્વ સભાની માંય; તારો આત્મા આપજે, કે સૌ ત્રુપ્ત કરાય. અરજ અમારી આજની તે તો સુણો, બાપ, ઈસુ તારક નામથી, માફક કરો સૌ પાપ.