|
પૌમાવતી છંદ
|
|
કર્તા: એલિશારાજ
|
|
ઈબ્રાહીમ શાસ્ત્રી
|
|
ટેક:
|
દીક્ષિત કરજે, દેવ, તું પોતે, પાળક લાયક સર્વ પ્રકારે.
|
|
૧
|
ગગનગમન કરતાં દીધું, પાળકનું શુભ દાન તે વારે,
|
|
બોધક ને પ્રબોધક આપ્યા કે સુબોધ કરીને સુધારે. દીક્ષિત.
|
|
૨
|
મંડળનું સંસ્થાપન કરવા આપજે આત્મિક જ્ઞાન વધારે,
|
|
કે થાય મંડળા શુદ્ધ, પવિત્ર, અજવાળારૂપ આ સંસારે. દીક્ષિત.
|
|
૩
|
સુકવણું છે બહુ બહુ ત્રાતા, વૃષ્ટિ કરો, નાથ, મુસળધારે,
|
|
ભીંજાય ભારત ભૂમિ અમારી, લાગે ફળો સુખદાયક ભારે. દીક્ષિત.
|
|
૪
|
મળે મહિમા, માન ઈસુને, દીક્ષિતના શુભ વર્તનદ્વારે,
|
|
ફેલાય સુવાસ ગુલાબ પેરે કરો એવું, પ્રભુ દેવ, આ વારે. દીક્ષિત.
|