|
૮ સ્વરો
|
|
કર્તા : જે. વી. એસ. ટેલર
|
|
૧
|
મારા પ્રેમને મનમાં આણી તમે પાળો બે નિશાણી :
|
|
જે જે વારે એકઠા થાઓ, દ્રાક્ષારસ પીઓ, રોટલી ખાઓ.
|
|
૨
|
જ્યારે તમે ભેળા આવો, મારે સ્મરણે રોટલી ખાઓ;
|
|
મારી પૂરી પ્રીતિ જાણો, ને ઉદ્ધારનો આભાર માનો.
|
|
૩
|
રોટલી જાણો શરીર મારું, ભંગિત જે તમારે સારુ;
|
|
ભાંગી ખાતાં સહુ સંભારો, પાપથી એકલો હું તારનારો.
|
|
૪
|
મારું અંગ કેમ ભાંગી ગયું, કેમ તે મોતને આધીન થયું;
|
|
કેમ મેં પાપને વાસ્તે સહ્યું, કેમ તમારું તારણ થયું.
|
|
૫
|
પ્યાલો પીઓ, વિચાર આણી, કે શા સારુ એ નિશાણી;
|
|
દ્રાક્ષારસ પેઠે હું રેડાઉં, મારું રક્ત હું તેમ વહેવડાવું.
|
|
૬
|
મારા રક્તથી પાપ ધોવાય છે, ન્યાયનાં માગણાં સહુ વળાય છે;
|
|
સજા વગર પાપ ન છૂટે, દેવનો બંદોબસ્ત ન તૂટે.
|
|
૭
|
તમ પર દયા મેં કીધી છે, પાપની સજા મેં લીધી છે;
|
|
મરણ સ્તંભ પર રક્ત જેમ વહેશે, તેમ માફીનું મૂલ્ય દેશે.
|
|
૮
|
દ્રાક્ષારસથી મુજ રક્ત સંભારો, આ નિશાની એમ સહુ ધારો;
|
|
મારું રક્ત જે પ્રેમે આપ્યું, તેણે જ જગને તારણ આપ્યું.
|