|
હરિગીત
|
|
કર્તા : મહિજીભાઈ હીરાલાલ
|
|
૧ "
|
આકાશ ને પૃથ્વી પરે અધિકાર સઘળો છે મને,
|
|
માટે જઈ સૌ દેશમાં શિષ્યો કરો સૌ લોકને;
|
|
ત્રિએક પ્રભુના નામથી બાપ્તિસ્મા આપો બધા,
|
|
આજ્ઞા સકળ મુજ પાળજો, છું સાથમાં હું સર્વદા".
|
|
૨
|
હે ખ્રિસ્ત ત્રાતા ! પ્રેમથી આજ્ઞા અમે એ શિર ધરી,
|
|
આવ્યાં અહીં તુજ પાસ આજે શાંતિ તારી દે ખરી;
|
|
આ ભાઈ* બાપ્તિસ્મા વડે જોડાય તારા સાથમાં,
|
|
તું તેમને સંભાળ તારા માર્ગમાં સૌ વાતમાં.
|
|
૩
|
જળવૃષ્ટિ પેઠે સીંચજે પરિશુદ્ધ આત્મા પ્રેમથી,
|
|
જળસ્નાન પેઠે ધો, પ્રભુ, તુજ રક્તથી દિલ રે'મથી;
|
|
સૌ પાપ ને પાપિષ્ટ સત્તા કાઢતાં. દિલ સાફ દે,
|
|
સંસ્કાર બાપ્તિસ્મા વડે, પ્રભુ ! પૂર્ણ આશીર્વાદ દે.
|
|
૪
|
તું જેમ બાપ્તિસ્મા લઈ જન કાજ હોમાઈ ગયો,
|
|
નિષ્પાપ તું, પાપી તણો આનંદથી સેવક થયો;
|
|
સેવારૂપી જયવંત જીવન નિત્ય તારું આપજે,
|
|
ને અંતમાં સ્વર્ગે સદા તુજ સેવમાં, પ્રભુ સ્થાપજે.
|