437
૪૩૭ - લગ્નગીત
ગરબી | ||
કર્તા : જે. એ. પરમાર | ||
ટેક : | વધૂવર રાખ, પ્રભુ, સુખકારી રે ! તારી સેવામાં લેજે સ્વીકારી ! | |
૧ | વાધે પ્રેમ પરસ્પર એવો રે, | |
જાણે એક જ અંગ હોય તેઓ રે, | ||
અન્યોઅન્ય રહે સહકારી. | ||
વધૂવર. | ||
૨ | રિદ્ધિ, સિદ્ધિ, સુબુદ્ધિ દેજે રે, | |
સદા એમની સંગે રહેજે રે, | ||
દેજે દીર્ઘાયુષ્ય વધારી. | ||
વધૂવર. | ||
૩ | નવદંપતી નવજીવન માણે રે, | |
નિજ ઘર સ્વર્ગસમ અજવાળે રે, | ||
બને આદર્શમય નરનારી. | ||
વધૂવર. | ||
૪ | શુભ લગ્ન તણા શુભ કામે રે, | |
મળી સકળ સભા આ ઠામે રે, | ||
આશિષવૃષ્ટિ તું કર આ વારી. | ||
વધૂવર. |