217

From Bhajan Sangrah
Revision as of 02:36, 4 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૧૭ - પવિત્રાત્માની જરૂર== {| |+૨૧૭ - પવિત્રાત્માની જરૂર |- | |૬, ૬, ૬, ૫ ને ટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૧૭ - પવિત્રાત્માની જરૂર

૨૧૭ - પવિત્રાત્માની જરૂર
૬, ૬, ૬, ૫ ને ટેક
"Let the fire fall"
Tune: S.S. 274
અમને જોઈએ અગ્નિ, માનીએ તુજ વાણી;
એટલી જ છે વિનંતી અગ્નિ પડવા દે.
માગી નવી શક્તિ તુજ પર વિશ્વાસ રાખી;
નાઠાં શક ને ભીતિ, અગ્નિ પડવા દે.
ટેક: અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે; (૨)
આવ, પવિત્ર આત્મા, ને બાપ્તિસ્મા દે. (૨)
તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાથુ;
સૌમાં માની તારું, અગ્નિ પડવા દે.
તારી ગમ સૌ લાવી મનમાં હર્ષ ઉપજાવી;
સ્વર્ગી ઘંટ વગાડી, અગ્નિ પડવા દે.
વફાદાર રહીએ, તુજથી બળ પામીએ;
પ્રેમે વશ થઈને, અગ્નિ પડવા દે.
પાડતાં બૂમ આનંદે, નાસી ગયો સંદેહ;
જય મળે છે અમને, અગ્નિ પડવા દે.