435
૪૩૫ - લગ્નવાદીઓને આશીર્વાદ
ઉપજાતિ | |
અનુ. : મહિજી હીરાલાલ અને ડબ્લ્યુ. જે. હાન્ના | |
૧ | ઓ પ્રેમના દેવ ! સમક્ષ તારી, |
પવિત્ર આ લગ્નવિધિ થનારી; | |
તો યાચીએ સૌ નમીને સહાય, | |
તેઓ તુંમાં પ્રેમથી એક થાય. | |
૨ | આનંદના દિવસ હોય જ્યારે, |
ને માર્ગ સે'લો ઉજળોય જ્યારે; | |
ત્યારે શ્રદ્ધાએ પળતાં સદાય, | |
તેઓ તુંમાં પ્રેમથી એક થાય. | |
૩ | તોફાન વેળા વળી કૈંક આવે, |
ને સર્વ વાનાં અવળાં જ લાવે; | |
તોયે શ્રદ્ધાએ વધતાં જ જાય, | |
તેઓ તુંમાં પ્રેમથી એક થાય. | |
૪ | અનંત ઓ પ્રેમ ! તું સાથ રે'જે, |
ને તેમને તારી સુઓથ દેજે; | |
કે મૃત્યુમાંયે ન જુદાં પડાય, | |
એવાં તુંમાં પ્રેમથી એક થાય. |