|
૧૧, ૧૦, ૧૧, ૧૦ સ્વરો
|
|
"O happy Home"
|
|
Tune: Alverstoke
|
|
કર્તા: સી. જે. પી. સ્પિટ્ટા,
|
|
૧૮૦૧-૫૯
|
|
અનુ. : આઈ. વી. માસ્ટર
|
|
૧
|
ઓ સુખી ઘર, જ્યાં, હે ખ્રિસ્ત, તું છે પ્યારો,
|
|
પ્રેમી દોસ્ત અને અમારો તારનાર,
|
|
આવનાર મહેમાનોમાં તું સૌથી ન્યારો,
|
|
ઘરમાં અગ્રસ્થાન માત્ર તું જ લેનાર.
|
|
૨
|
ઓ સુખી ઘર, જ્યાં, હે ખ્રિસ્ત, તુજ સેવા થાય,
|
|
નાનું મોટું કામ સૌ કરે નિર્મિત,
|
|
ને હરેક કામ મહાન પવિત્ર મનાય,
|
|
કાં કે તે છે તુજ સેવા માટ ખચીત.
|
|
૩
|
ઓ સુખી ઘર, જ્યાં, ખ્રિસ્ત નથી ભુલાયેલ,
|
|
ઘરમાં સૌ જણ કરે આનંદ ઉલ્લાસ,
|
|
ઓ ધન્ય ઘર, જ્યાં, દુ:ખી સૌ આણેલ,
|
|
હે મહાન વૈદ, તાજગી મળે તુજ પાસ.
|
|
૪
|
આ જગ પરની સેવાનો જો અંત આવ્યો,
|
|
સૌ ભેટશું ખ્રિસ્ત તુજને ઘર આકાશી,
|
|
જ્યાંથી તું આવ્યો ને પાછો સિધાવ્યો,
|
|
તે પ્રેમ સુખનું તુજ ઘર અવિનાશી.
|