|
સવૈયા સત્તાવીસા કે શરણાગર
|
|
"Like mist on the mountains"
|
|
અનુ. : જે. વી. એસ. ટેલર
|
|
૧
|
ગગને વાદળ, દરિયે વહાણો થોડી વાર જણાય;
|
|
જીવનના દિન જાશે તેવા, ઝટ ઝટ સંધા જાય.
|
|
૨
|
પૂર્વજ સાથે સહુ ભળવાના, મૃત્યુ તણું જ્યાં ધામ,
|
|
માટે હમણાં નિશ્વે ધારો તારણનું શુભ કામ,
|
|
૩
|
ફૂલ જણાશે તાજાં જેવાં, વહેલાં તે ચીમળાય;
|
|
જોબમ શોભા તેમ ઘટે છે, પળમાં ઝાખી થાય.
|
|
૪
|
માટે જ્યાં લગ જીવન રહે છે, ઘટમાં આશ અભંગ;
|
|
ત્યાં લગ જ્ઞાન વિચાર કરીને કરજો ઈસુ સંગ.
|
|
૫
|
થાક મટે એવું ઈચ્છો તો જાજો ઈસુ પાસ;
|
|
પૂર્ણ વિસામો તે આપે છે, તે દે છે સુખવાસ.
|
|
૬
|
સુખનો જો અનુભવ કરવાની છે ઈચ્છા મન માંય,
|
|
તો સુખ ઝરણ ખરો છે ઈસુ, તેથી તૃપ્ત થવાય.
|
|
૭
|
મોત થતાં મોચન માગો તો કરજો ઈસુશોધ;
|
|
પાપ તણાં સૌ બંધન છોડી માનો એ ઉપબોધ.
|