401
૪૦૧ - તારનાર, મને દોર
૧ | તારનાર, મને દોરી લે, પ્રેમથી દોરી લે મને; |
તુજ પાસ મને ભય નથી, પ્રીતમાં રહીશ હું તારી. | |
ટેક: | દોરજે, દોરજે, તારનાર, મને દોરી લે; |
જીવનભર પાસે રહી, તારનાર, મને દોરી લે. | |
૨ | પ્રાણનો આશરો છે તું, તોફાન થાય જ્યારે દુ:ખનું; |
ભય નથી કંઈ તારી પાસ, તારા પર છે મારી આશ. | |
૩ | તારનાર, અંત લગ મને દોર, દોરી જા ભવસાગર પાર; |
રાત કે આંસુ નથી જ્યાં, દોરી જા એવા દેશમાં. |