480
૪૮૦ - રાતની વેળાએ પ્રાર્થના
૧ | પાળક ઈસુ, પાળ મને જીવ, તું સંભાળક છે કરુણાળ; |
આશિષ દે મુજ વાત સુણી જી, આ નિશ ધર તુજ નાનું બાળ. | |
અંધારા વિકરાળ વિખે જી, રહેજે તુજ બચ્ચાની પાસ; | |
અજવાળા લગ પાળ મને જી, પૂર્ણ જ કર રક્ષાની આશ. | |
૨ | સહુ અપરાધ મટાડી દે જી, આપ ક્ષમાનું શાંત સુજાણ; |
સર્વ સગાં ને સ્નેહીને જી, દે વારે વરદાન. | |
મરણ પછી સુખલોક વિખે જી, આપ મને તુજ પાસે ઠામ; | |
તે વાસે આનંદ કરી જી, જોઉં શ્રેષ્ઠ મનોહર ધામ. |
Phonetic English
1 | Paalak Isu, paal mane jeev, tun sambhaalak chhe karunaal; |
Aashish de muj vaat suni ji, aa nish dhar tuj naanun baal. | |
Andhaara vikaraal vikhe ji, raheje tuj bachchaani paas; | |
Ajavaala lag paal mane ji, poorn ja kar rakshaani aash. | |
2 | Sahu aparaadh mataadi de ji, aap kshamaanun shaant sujaan; |
Sarv sagaan ne sneheene ji, de vaare varadaan. | |
Maran pachhi sukhalok vikhe ji, aap mane tuj paase thaam; | |
Te vaase anand kari ji, joun shreshth manohar dhaam. |