૧
|
પસંદગીની પળ એક આવે, દરેક જન કે પ્રજા માટ,
|
|
સત કેરા જૂઠ સાથના જંગે, ઊભવા શુભ, અશુભ પક્ષ સાથ;
|
|
કોઈ મહાન ધ્યેય, દેવના દૂત સમ, દઈ જનને વિનાશ યા વેગ,
|
|
ને તક જાય વહી, સૌ કાળને માટ, સાહવા તે તિમિત યા તેજ.
|
|
૨
|
સત દે સુખ-સંપત તે પૂર્વ, સગર સત થાય કીતિવંત,
|
|
ઊભવું સતને પંથ તે ઉત્તમ, સતનો હો જ્યાં કંતક પંથ;
|
|
શૂરો જન ત્યાં સતને વરસ્ચે, કાયર જન તો ઊભો દૂર,
|
|
જ્યાં લગ જનગણ ગ્રહશે સતને, રુંધેલ જેંમણે સતનો સૂર.
|
|
૩
|
જલતા શહીદ કેરા તેજમાં ખ્રિસ્તના રક્ત-પગલે ચાલીએ
|
|
પૂંઠ નહિ ધરતાં થંભને ઊંચકી, નવ-કાલવરી નિત ચઢીએ;
|
|
નવ-સંજોગે નવી ફરજ, ભૂતકાળના જ્યાં ભુલાય ભાવ,
|
|
સતના શૂરા, સતના જંગમાં, કમર કસી આગળ ધાવ.
|
|
૪
|
જૂઠનાં જૂથો છોને જીતે, સત તો એકલું જ છે બળવાન,
|
|
સતને ભાગે છોને શૂળી ! જૂઠને છો ગાદીનું સ્થાન !
|
|
તોય એ શૂળી પલટે ભાવિ, ને ધૂંધળા અગમની પાર,
|
|
ઓથે રહીને ઈશ્વર હરનિશ, નિજ લોકની રાખે સંભાળ.
|