૧
|
સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! રે સ્તંભના યોદ્ધાઓ !
|
|
રાજાની ધજા ઊંચકો, સામા છે વેરીઓ.
|
|
ઈસુ પોતાનું સૈન્ય દોરી પમાડશે જીત;
|
|
તે શત્રુને હરાવી થશે રાજા ખચીત.
|
|
૨
|
સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! સુણો જંગનો પોકાર;
|
|
મોટી લડાઈમાં ચાલો ખ્રિસ્તનો કરી હિમ્મતવાન;
|
|
અસંખ્ય શત્રુ સામે સદા હો હિમ્મતવાન;
|
|
બીકને સમે તમ પાસે ઈસુ છે શક્તિમાન.
|
|
૩
|
સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! તેના જ બળથી ભરપૂર;
|
|
તે પર ભરોસો રાખો, પોતે અશક્ત જરૂર.
|
|
આત્માનાં શસ્ત્રો સજી પ્રાર્થના કરો ખચીત;
|
|
જ્યાં જોખમ છે યા ફરજ ત્યાં હાજર થજો નિત !
|
|
૪
|
સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! યુદ્ધ થશે ટૂંક ખચીત;
|
|
આજ તો લડાઈનો સાદ છે, કાલે વિજયનું ગીત.
|
|
જીતનારને જીવન મુગટ પ્રભુ મૂકશે માથે;
|
|
તે સદા રાજ્ય કરશે, આકાશમાં ખ્રિસ્ત સાથે.
|